Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજ્યના 13 જિલ્લા કોરોના મુક્ત થવાની તૈયારીમાં : એક્ટિવ કેસ 10થી પણ ઓછા

કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો અને રિકવરી ઝડપી બનતા એક્ટિવ કેસ ઘટ્યા

અમદાવાદ :  ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં દૈનિક કેસોમાં ઘટાડો થઇ રહયો છે ત્યારે રાજ્યના 13 જિલ્લા એવા છે કે જે પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે.  આ જિલ્લાઓમાં પણ એક્ટિવ કેસો 10થી અંદર છે.

 આ જિલ્લાઓની તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, સાબરકાંઠામાં 6, પંચમહાલમાં 4, નર્મદામાં 2, મોરબીમાં 3, ખેડામાં 7, કચ્છમાં 6, જૂનાગઢમાં 5, દાહોદમાં 3, છોટાઉદેપુરમાં 3, બોટાદમાં 2 અને આણંદમાં 7 એક્ટિવ કેસો છે

(11:59 am IST)