Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજપીપળા ગાર્ડનની સામે જુગાર રમતા 4 શખ્સોને પોલીસે રૂપિયા 1,650 સાથે ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે બાતમીના આધારે ગાર્ડન સામે જુગાર રમતા ચાર શખ્સોને રોકડા રૂપિયા સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પોલીસે રાજપીપળા ગાર્ડન સામેની ખુલ્લી જગ્યામાં રેડ કરતા ત્યાં જુગાર રમતા અબ્દાલ ગુલામ હુસેન મુસ્તફા (રહે.કસ્બાવાડ, રાજપીપળા ) દિનેશ જગુ ભાઇ વાદી (રહે.ગાર્ડનની સામે રાજપીપળા )ગુમાન ભરતભાઇ વાદી(રહે.પશુ દવાખાના પાસે, રાજપીપલા ) અને મુકેશ ભરતભાઇ વાદી (રહે.પશુ દવાખાના પાસે ગાર્ડનની સામે રાજપીપલા)ને પકડી તેમની અંગઝડતી માથી રોકડા રૂપિયા ૧,૪૨૦ તથા દાવ ઉપરના ૨૩૦/- મળી કુલ રૂ.૧,૬૫૦ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:39 pm IST)