Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સુરતમાં ચાલુ બેસણામાં બબાલ: સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા લોકોમાં કચવાટ: મારામારીના દ્રશ્યો સર્જાયા

મહામારીમાં બેસણું રાખતા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા આ બાબતે વિસ્તારના લોકો રજૂઆત કરવા માટે ગયા હતા

સુરતમાં બેસણું રાખયું હોવાની બાબતે બબાલ થઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. જો કે, આ ઘટનામાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે.

 આ અંગે મળતી માહિતી અનુસાર, હાલ સુરત શહેરનો એક સોશિયલ મીડિયામાં વીડિયો ઘણો વાયરલ થયો છે, જેમાં સુરત શહેરમાં આવેલા છપરિયા શેરીનો આ વીડિયો હોવાનું સામે આવી રહ્યું છે. આ વીડિયોમાં શેરીમાં બેસણું રાખવા માટે બબાલ થઈ હતી. કોરોના વાયરસના ભયના કારણે હાલ લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહી છે. તેવામાં બેસણું રાખવામાં આવ્યું હતું અને આ બેસણામાં મોટી સંખ્યામાં માણસો ભેગા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો હતો.

અમદાવાદ બાદ સુરતમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. સુરતમાં દરરોજના 200થી વધારે કેસ સામે આવતા તંત્ર પણ હરકતમાં જોવા મળી રહ્યું છે. આ મહામારી સામે લડવા સુરત મહાનગરપાલિકાએ લોકોને કામ વિના ઘરમાંથી બહાર નિકળવા માટેની મનાઈ કરી છે. જયારે આવી મહામારીમાં બેસણું રાખતા ઘણી એવી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, જેથી આ બાબતે વિસ્તારના લોકો રજૂઆત કરવા માટે ગયા હતા.

(11:07 pm IST)