Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

અમદાવાદના 17 વિસ્તારમાં નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર

સૌથી વધુ ઇસ્ટ ઝોનના 5 વિસ્તારો, નોર્થ વેસ્ટના 3 અને સાઉથ વેસ્ટ, નોર્થ, સાઉથ તથા વેસ્ટ ઝોનમાં બે બે વિસ્તારોનો સમાવેશ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે આજે અમદાવાદમાં 153 કોરોના પોઝીટીવ કેસો આવ્યા હતા. અને પાંચ દર્દીઓના મત્યુ નિપજયા હતા.આજે માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં 17નો સમાવેશ થતાં નવા કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં સપાટો બોલી જવા પામ્યો છે. અત્યારસુધી કુલ 156 માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારો હતા. તેમાંથી નોર્થ ઝોનના બાપુનગરમાંથી કન્ટેઇનમેન્ટ દૂર કરાતાં 155 અમલમાં રહ્યાં છે. તેની સામે 17 ઉમેરાતાં કુલ માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારનો આંકડો 172 પર પહોંચ્યો છે. જો કે છેલ્લાં બે દિવસથી સુપર સ્પ્રેડરની હાથ ધરાયેલી કામગીરીનો અહેવાલ જાહેર કરવામાં કોર્પોરેશન મૌન ધારણ કરીને બેઠું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા 11મી જુલાઇથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરાશે.

કોર્પોરેશને જાહેર કરેલા વિગતો મુજબ 17 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સૌથી વધુ ઇસ્ટ ઝોનના 5 વિસ્તારો છે. જયારે નોર્થ વેસ્ટના 3 અને સાઉથ વેસ્ટ, નોર્થ, સાઉથ તથા વેસ્ટ ઝોનમાં બે બે વિસ્તારોનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ ઝોનમાં માત્ર એક વિસ્તારને માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કર્યો છે.

(10:44 pm IST)