Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કેન્દ્રીય કર્મચારીઓ કલમ ૮૦સીનો લાભ લઈ શકશે

નેશનલ પેન્શન સ્કીમ ટાયર ટુ યોજના

અમદાવાદ, તા. ૧૦ : કેન્દ્ર સરકાર દ્વારા બજેટ ૨૦૧૯ માં આવકવેરાની કલમ ૮૦સીમાં ફેરફાર કરીને ઉમેરો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ ટાયર ટુ યોજના શરૂ કરાશે જેમાં કરેલ રોકાણ દોઢ લાખની મર્યાદામાં કલમ ૮૦સી હેઠળ આવકવેરામાંથી બાદ આપવામાં આવશે.

જો કે કલમ ૮૦સીસીડી હેઠળ હાલમાં દરેક કરદાતાને ૮૦સી રોકાણ ઉપરાંત ૫૦ હજારનો વધારાનું રોકાણ તો ચાલુ જ રહેશે આમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ  કુલ બે લાખ સુધીનું રોકાણ કરી શકશે. આ યોજના હેઠળ શરૂઆતમાં ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ચાલુ કરી શકાશે અને ત્યારબાદ દરેક વર્ષમાં રૂપિયા અઢીસો ઓછામાં ઓછા જમા કરવાના રહેશે અને આ યોજનાનો લોક ઈન પિરિયડ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો રહેશે આમ હવે નેશનલ પેન્શન સ્કીમ બે જાતની રહેશે સામાન્ય એનપીએસ જે દરેક કરદાતા ૫૦૦૦૦ ૮૦સીસીડીમાં બાદ લે છે તે અને એનપીએસ ટાયર ૨ કેન્દ્રીય કર્મચારીઓ માટે ૮૦સી હેઠળ દોઢ લાખ બાદ લેવા માટે ઉપયોગી બની શકશે.

(9:54 pm IST)