Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ન્યુ ક્લોથ માર્કેટના ૩૫૧ વેપારીઓના ટેસ્ટ કરાયા

૧૦ વેપારી કોરોના પોઝિટિવ

 અમદાવાદઃ મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે લગભગ ૭૦ દિવસ સુધી કાપડ બજારો બંધ રહ્યા બાદ સરકારના આદેશથી છેલ્લા એકાદ મહિનાથી કાપડ બજાર કાર્યરત થઇ ગયા છે. કાપડ બજારમાં ખાલી વ્યાપારી ઉપરાંત બહારના વેપારીઓની પણ અવરજવર રહેતી હોવાથી ફરજિયાત માસ્ક, સોશિયલ  ડિસ્ટન્સ, સેનેટાઈઝર નો ઉપયોગ, તથા ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ વેપારીઓને માર્કેટમાં એન્ટ્રી આપવાના નિયમોનું પાલન કરવામાં આવી રહી છે. તેમ છતાં જો કોઈ વ્યાપારી કે કર્મચારી સંક્રમિત હોય તો અન્ય માટે પણ જોખમરૂપ બની શકે છે માટે માર્કેટના વેપારીઓના કોરોના ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આરોગ્ય વિભાગ દ્વારા માર્કેટના ૩૫૧ વેપારીઓના ટેસ્ટ કરાયા હતા જેમાંથી ૧૦ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જ્યારે બાકીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

(9:51 pm IST)