Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

રેપ કેસના ગુન્હામાં 35 લાખના તોડ પ્રકરણમાં PSI શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરાઈ

ધરપકડના 7 દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્ર દ્વારા કાર્યવાહી

અમદાવાદઃ GSP ક્રોપના સાયન્સના મેનેજીંગ ડાયરેકટર કેનલ શાહને બબ્બે રેપ કેસના ગુનામાં પાસા કરવાની ધમકી આપી 35 લાખના તોડકાંડમાં PSI શ્વેતા જાડેજાને DCPએ સસ્પેન્ડ કર્યા છે  આરોપી PSI શ્વેતા જાડેજાને ગુનો નોંધાયા અને ધરપકડના 7 દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રએ સસ્પેન્ડ કરાયા છે

  GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એમડી કેનલ શાહ વિરુદ્ધ ગત 2017માં એક મહિલાએ રેપની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસની તપાસ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ શ્વેતા જાડેજાને સોંપવામાં આવી હતી. જેમાં કેનલ શાહને પાસા હેઠળ નાખી દેવાની ધમકી આપી 35 લાખ રુપિયાની માંગણી કરી હતી. જેથી આ મામલે ડરી ગયેલા કેનલ શાહે 20 લાખ રુપિયા આપી દીધા હતા અને 15 લાખ આપવાના બાકી હોવાથી પીએસઆઈ શ્વેતા શાહે ભારે દબાણ કર્યો હતો. જેથી આ મામલે કેનલ શાહે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં સમગ્ર રજૂઆત કરી હતી.

 ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે તમામ પુરાવા એકઠા કરી પીએસઆઈ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી. આ તોડબાજ પ્રકરણના કારણે તમામ પોલીસ બેડામાં ભારે ચકચાર થવા લાગી. આ અંગે પીએસઆઈ સામે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ગત તારીખ 6 જુલાઈના રોજ સસ્પેનડ કરવાનો ઓર્ડર કર્યો હતો. જો કે આરોપી PSI શ્વેતા જાડેજાને ગુનો નોંધાયા અને ધરપકડના 7 દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રએ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 વધુમાં તમને જણાવી દઈએ કે, GSP ક્રોપનાં એમડી કેનલ શાહ સામે બે રેપની ફરિયાદ દાખલ થઈ હતી. આરોપી કેનલને પાસા હેઠળ નહિ નાખવા માટે પહેલા 20 લાખ અને પછી 15 લાખ એમ 35 લાખ લેવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ શ્વેતા જાડેજા સામે નોંધાઇ હતી. તેમની ધરપકડ બાદ તપાસ હાથ ધરતા 20 લાખ લીધા હોવાના પુરાવા પણ મળી ગયા હતા. જો કે હજુ સુધી રોકડ કબ્જે કરાઈ નથી.

(8:14 pm IST)