Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

નવસારીના ખેરગામના વાડ ગામે પિતા અને ભાઈ સાથે મળી શિક્ષકે ગામના જ યુવાન પર જીવલેણ હુમલો કર્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : નવસારીના ખેરગામના વાળ ગામે ખેતરના હેળાની પાળ પર કચરો નાખવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા મામલો લોહિયાળ બન્યો હતો ભોગ બનનારે ફરિયાદ કરતા મામલો પોલિસ મથકે પહોંચ્યો હતો

  પોલીસ સૂત્રો પર થી મળેલી માહિતી પ્રમાણે ખેરગામ ના વાળ ગામના અને ઘેજ ખાતે  પ્રાથમિક સ્કૂલ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા  સંજયભાઈ ખંડું ભાઈ પટેલ અને તેમના ભાઈ, રાજેશભાઈ ખંડું ભાઈ પટેલ તેમજ પિતા ખંડુભાઈ મંગાભાઈ પટેલે ગત રોજ નજીવી બાબતે ગામ ના જ યુવાન દશરથભાઈ ભગુભાઈ પટેલ અને તેની માતા પર જીવલેણ હુમલો કર્યા હોવાની ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે .ત્રણેય આરોપીઓ ભેગા થઈ વાડ રાંધા ફળિયા ખાતે પોતાના ખેતરમાં માતા સાથે કામ કરી રહેલ દશરથ ભાઈ સાથે જમીનના હેળા ની પાળ પર કચરા નાખવા બાબતે ઝગડો કર્યો હતો  બોલાચાલી થી શરૂ થયેલ સામાન્ય ઝગડો આખરે લોહિયાળ બન્યો હતો

   વાત વાત માં ઉગ્ર થયેલ શિક્ષક સંજયભાઈ એ ખેતર ના પાળ પર કચરો નાખી રહેલ દશરથભાઈ ભગુભાઈ પટેલ ના માથામાં લાકડા વળે ફટકો મારતા દશરથ ભાઈ લોહી લુહાણ થયા હતા ખંડુંભાઈ એ પણ લાકડાનો ફટકો માર્યો હતો વાત અહીં જ સમતી નથી શિક્ષક સંજયભાઈ ના ભાઈ રાજેશભાઈ ફટકો લઇ ને દોડી આવી  દશરથભાઈના ડાબા હાથના કોણીના ભાગે ઊંધો મારી ઇજા પહોંચાડી હતી. દશરથભાઈ લોહી લુહાણ થઈ જતા તેમને ગામના લોકોએ તત્કાલ ધોરણે ખેરગામ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા. સિવિલ ના ડોકટર કેતન પટેલે દશરથ ભાઈ ની સારવાર કરી હતી

  દશરથભાઈ ને માથામાં પાંચ ટાંકા આવ્યા હોવાનું ડોકટર કેતન પટેલે જણાવ્યું છે. દશરથભાઈ ને માથા માં લાગેલું હોવાને કારણે તેમના જીવ ને જોખમી હોવાનું ડોકટરે જણાવ્યું હતું.દર્દી ને સિવિલ ખાતે લાવતા ની સાથે હોસ્પિટલ મેનેજમેન્ટ તત્કાલ ધોરણે પોલીસ ને જાણ કરી હતી.પરંતુ પોલીસે 10/7/2020 ના સવારે 11: 30 કલાકે 323, 504,506બે, 114  અને જીપી એકટ 135 ની કલમ સાથે  ફરિયાદ નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે. પીએસઆઈ જી.એસ.પટેલને પૂંછતાં બીટ ના જમાદાર બિપિનભાઈ પટેલ તપાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું

(8:12 pm IST)