Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

નર્મદા જિલ્લામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતો હેરાન: ખાતર ડેપો પર લાંબી કતારોમાં સોસીયલ ડિસ્ટન્સના લિરા ઉડ્યા

રાજપીપળા પશુ દવાખાનાની બાજુમાં આવેલા ખાતર ડેપો ઉપર ખાતર લેવા પડાપડી વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ ન જળવાતા કોરોના સંક્રમણનો ખતરો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા :હાલ વરસાદ ચાલુ થતા ખેતીની સીઝન ચાલુ થઈ હોય ત્યારે ખેડૂતોને પાક માટે ખાતર ખૂબ જરૂરી છે પરંતુ ખાતરની અછતના કારણે તાલુકા કક્ષા એ ખેડૂતોએ રજૂઆતો પણ કરી ત્યારે સરકારે પરિપત્ર જાહેર કરી ખેડૂત હોવાનો પુરાવો આપ્યા બાદ ખાતર આપવા જેવો તઘલઘી નિયમ પણ બનાવ્યો છતાં ખાતરની અછતના કારણે ખાતર ના ડેપો ઉપર ખેડૂતોની મોટી લાઈનો લાગતા સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
  રાજપીપળાના મુખ્ય ગાર્ડન સામે આવેલા પશુ દવાખાનાની બાજુમાં આવેલા ખાતરના ડેપો પર ખાતર લેવા ખેડૂતોની મસમોટી લાઈનો જોવા મળી જેમાં એક બીજાને અડીને ઉભેલા ખેડૂતો પોતાના મહામુલા પાકને બચાવવા કોરોના સંક્રમણ ને પણ જાણે ભૂલી ગયા હોય એમ લાંબી કતારોમાં સોસિયલ ડિસ્ટન્સને પણ ભૂલી જઈ બસ ગમે તે રીતે ખાતર ની લાહી માં ઉભેલા જોવા મળ્યા હતા. રેશન કાર્ડ પર અનાજ લેવા પણ આવીજ લાંબી કતારો જોવા મળતી હતી પરંતુ એ દુકાનો પર સોસીયલ ડિસ્ટન્સ જાળવવા પોલીસ ના જવાનો તૈનાત રહેલા જોવા મળતા હતા ત્યારે હાલ ખાતર ની અછત વચ્ચે જો આવીજ મોટી લાઈનો ખાતર ડેપો ઉપર લાગતી હોય તો ડેપો સંચાલકે આ માટે ખાસ તકેદારી રાખી સોસીયલ ડિસ્ટન્સ જળવાઈ એ માટે પોલીસ ની મદદ મેળવવી જોઈએ.

(7:02 pm IST)