Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કડી તાલુકાના પીરોજપુર પાટિયા નજીક બાતમીના આધારે મહેસાણા એસઓજીએ બાઇકચોરીના 13 ગુનાહમાં સંડોવાયેલ ટોળકીના ચાર આરોપીને ઝડપી પાડ્યા

કડી:તાલુકાના પીરોજપુરા પાટીયા નજીકથી બાતમી આધારે મહેસાણા એસઓજીની ટીમે બાઈકચોરીના ૧૩ ગુનાઓમાં સંડોવાયેલ ટોળકીનો સગીર સહિત ચાર આરોપીઓની અટકાયત કરી હતી. તેમની પાસેથી ચોરી કરેલ ૧૪ મોટરસાયકલ અને કેટલાક સ્પેરપાર્ટ્સ કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ મોજશોખ માટે બાઈક ચોરીના રવાડે ચઢ્યા હોવાનું ખૂલ્યું છે.

અમદાવાદના સોલા, પાલડી, બોપલ, ચાંદલોડીયા, આંગણજ અને કડી વિસ્તારમાં બાઈક ચોરીને અંજામ આપનાર ટોળકીનો મહેસાણા એસઓજીની ટીમે ગુરૃવારે પર્દાફાશ કર્યો છે. જેની પ્રાપ્ત વિગતો પ્રમાણે પીએસઆઈ .એમ.વાળા, એએસઆઈ જહીરખાન, અનિલકુમાર સહિતનો પોલીસ સ્ટાફ કડી પંથકમાં એટીએસ ચાર્ટર અંતર્ગત પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે મેડા આદરજ તરફથી બે ચોરીની મોટરસાયકલ ઉપર ચાર શખસો કડી તરફ જઈ રહ્યા છે. જેના આધારે પોલીસે પીરોજપુરા ગામના પાટીયા નજીક વાહનચેકીંગની કામગીરી હાથ ધરી હતી. તે વખતે શંકાસ્પદ જણાતા બે બાઈક આવતાં તેઓને અટકાવ્યા હતા. બાઈકના કાગળો અંગે ગલ્લાતલ્લાં કરતાં તેઓની અટકાયત કરી પુછપરછ કરતાં તેમણે અત્યારસુધી ૨૦ જેટલા મોટરસાયકલની ચોરી કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરીના ૧૪ બાઈક તેમજ બાઈકના જુદા કરેલા કેટલાક સ્પેરપાર્ટ્સ કબજે કર્યા હતા

(5:55 pm IST)