Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

માલપુરના ચોરીવાડ નજીક ગાડીમાં ક્રૂરકતાપૂર્વક બાંધી 3 પશુઓને કતલખાને લઇ જવાતા બચાવે પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

માલપુર: શહેરના ચોરીવાડ પાસે ગુરૂવારના રોજ  ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધી   પશુઓને કતલખાને લઈ જવાતા હતા. જેને માલપુર પોલીસે ઝડપી લઈ બે શખ્શો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

માલપુરના ચોરીવાડા ગામ નજીક ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે પોતાની ગાડીમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક પાડાઓ માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહી રાખી કતલખાને લઈ જવાતા હતા.જેથી પોલીસે ગાડીમાંથી નંગ પાડાઓ જેની કિંમત રૂ.૧૫ હજાર તથા ગાડી ની કિંમત રૂ. લાખ મળી કુલ રૂપિયા .૧૫ લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા. અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વસીમભાઈ યુનુસભાઈ માલવણીયા અને સલમાન નિસાર અનારવાલા(બંને રહે. લુણાવાડા,જી.મહિસાગર)સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:54 pm IST)