Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ગાંધીનગર જિલ્લામાં બાતમીના આધારે રાયસણ ગામમાં દરોડા પાડી બહારથી જુગાર રમવા બોલાવનાર શખ્સ સહીત 7 શખ્સોની 8.41 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી

ગાંધીનગર:જિલ્લામાં જુગારની પ્રવૃતિ અટકાવવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સૂચનાના પગલે ગાંધીનગર એલસીબી- પીઆઈ એચ.પી.ઝાલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી ત્યારે પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.રાકેશસિંહ અને હેકો. કેવલસિંહને બાતમી મળી હતી કે ઈન્ફોસીટી પોલીસ મથકની હદમાં આવેલા રાયસણ ગામના વિનાયક ફલોરામાં બે નંબરના મકાનમાં રહેતા રાકેશ કાંતિલાલ પટેલ તેના ઘરે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડી રહયો છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં કૌશિક મહેન્દ્રભાઈ પટેલ રહે.મકાન નં.ર૯ પ્રમુખપાર્ક બંગલોઝ, પીડીપીયુરોડ રાયસણ, લકી પ્રવિણભાઈ પટેલ રહે.આજોલ, તા.માણસા, પ્રજ્ઞોશ જગદીશભાઈ પટેલ રહે.-૭૦૩ શ્રીરંગ હાઈટસ-, પીડીપીયુ રોડ રાયસણ, અનિલ અમૃતભાઈ પટેલ રહે.પટેલવાસ રાયસણ, પ્રજ્ઞોશ બાબુભાઈ પટેલ રહે.પ્લોટ નં.પ૬૬/, સે-/સી, દિપક અમૃતભાઈ પટેલ રહે.સુકનહાઈટસ મકાન નં.બી-ર૦૧, કુડાસણ, આશિષ મધુસુધનભાઈ સોની રહે.ડેરી પાસે આજોલ, તા.માણસા તેમજ રાકેશ કાંતિલાલ પટેલને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રોકડ . લાખ, નવ મોબાઈલ અને ત્રણ વાહનો મળી કુલ .૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

(5:53 pm IST)