Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

વડોદરના આજવા રોડ પર ધો 12માં અભ્યાસ કરતી યુવતીને લગ્નની લાલચ આપી 20 વર્ષીય યુવકે શારીરિક સંબંધ બાંધી બ્લેકમેલ શરૂ કરતા પોલીસે ધરપકડ કરી

વડોદરા: શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતી ધો.૧૨ની વિદ્યાર્થિનીને ૨૦ વર્ષના યુવકે લગ્નની લાલચ આપી ઈમોશનલી મેલ કરીને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. મકરપુરા પોલીસે યુવકને ઝડપી પાડી કોરોનાના ટેસ્ટ માટે  સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

ધો.૧૨માં ભણતી વિદ્યાર્થિનીને જય અમીન નામના  યુવકે ગત તા.--૨૦૧૯ના રોજ વોટ્સએપ પર પ્રેમનું પ્રપોઝલ મોકલ્યું હતુ. જય અમીને વિદ્યાર્થિની સાથે લગ્ન કરવાનું કહી ભાગી જવાની પણ વાત કરી હતી. પરંતુ વિદ્યાર્થિનીએ ના પાડતા જય  અમીને  ઈમોશનલી બ્લેકમેઈલીંગ શરૃ કરતાં કહ્યું હતું કે   '' તારા લીધે મારી માનસિક હાલત બગડી છે મારાથી કોઈ ઊધું કામ થશે તો તે માટે જવાબદાર તું છે.'' જયે અવારનવાર પ્રકારના   મેસેજ કરતાં છેવટે વિદ્યાર્થિનીએ ફ્રેન્ડશિપ માટે  હા પાડી હતી. સપ્ટેમ્બર- ૨૦૧૯માં જયે તેને પોતાના ઘરે મળવા બોલાવતા તે ત્યાં ગઈ હતી. સમયે બંને ઘરે એકલા હતા. વિદ્યાર્થિનીએ ઈનકાર  કર્યો હોવા છતાં જયે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ લગભગ બે મહિના પછી નવેમ્બર-૨૦૧૯માં .એન.જી.સી. ગેટની અંદર સૂમસામ જગ્યાએ પણ જયે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

(5:35 pm IST)