Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

હાઇકોર્ટના કર્મચારીને કોરોનો પોઝીટીવ અંતર્ગત ત્રણ દિવસ કાર્યવાહી બંધ રહી

રાજકોટ તા.૧૦ : બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપ પટેલે જણાવેલ કે ગુજરાત રાજયમાં ત્રણ દિવસ રજીસ્ટ્રી વિભાગના ૬ વ્યકિતને કોરોના પોઝીટીવ આવતા ત્રણ દિવસ સમગ્ર હાઇકોર્ટ સજજડ બંધ કરી દેવામાં આવેલ.

ગુજરાત હાઇકોર્ટ હજારો વારમાં આવેલ છે, અસંખ્ય કર્મચારીઓ છે, હાલ હાઇકોર્ટ બંધ છે. માત્ર આભાસી કોર્ટોમાં અરજન્ટ મેટર ચાલે છે અને પાંચ દશ કર્મચારી કામગીરી માટે હાઇકોર્ટમાં આવે છે. સમગ્ર ગુજરાતમાં દરેક કચેરીઓ ખુલી ગયેલ છે. લાખો પોલીસ, સફાઇ કામદારો, હોસ્પીટલ સ્ટાફ, ડોકટરો અન્ય કર્મચારીઓ ફાયર બ્રિગેડના મ્યુનિ. કોર્પો., કલેકટર કચેરીના સ્ટાફ ફરજ બજાવે છે. ગુજરાતમાં રોજીદુ જીવન વ્યવહાર શરૂ થયેલ છે. ટ્રેન, પ્લેન, બસ સેવા શરૂ થયેલ છે. આ તમામ લોકો કોરોના મહામારીના ભય નીચે ફરજ બજાવે છે.

પોલીસ સફાઇ કામદારો, હોસ્પીટલ સ્ટાફ, ફાયર બ્રિગેડ વિગેરે અનેક એસેનસીયલ કર્મચારી કોરોના મહામારીમાં પોઝીટીવ કેસ કર્મચારીને આવવા છતાં ફરજ બજાવે છે. હાઇકોર્ટની જેમ ઉપરની કચેરી બંધ થાય તો ગુજરાતમાં અફડા તફડી મચી જાય તેમ છે.

હાઇકોર્ટનાં નિર્ણય સરાહનીય છે અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો તેે સારી સાવચેતી છે. પરંતુ ભવિષ્યમાં આવનારા દિવસોમાં હાઇકોર્ટ દ્વારા આવા કર્મચારીના કિસ્સામાં યોગ્ય નિર્ણય કરી સાવચેતીના પગલા ભરી હાઇકોર્ટે શરૂ રાખે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટમાં કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવેલ છતા કોર્ટ કાર્યવાહી શરૂ રાખેલ હતી. હાઇકોર્ટના પગલાની અસર સમગ્ર ગુજરાતની અદાલતો, કચેરીઓમાં પડે તેમ છે તેમ પણ ધ્યાને લઇ યોગ્ય નિર્ણય નામ. હાઇકોર્ટ દ્વારા કરવામાં આવે તેવી મારી વિનંતી લાગણી છે.

(2:44 pm IST)