Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

બેનામી સંપત્તિઓ શોધવા તમામ SPઓને જોડાશે : કેશવકુમાર

મૂળ રાજકોટના અને અમરેલી પંથકમાં કાર્યરત રાજુ શેખવાની અપ્રમાણસર મિલ્કતો શોધવામાં ઇતિહાસ રચાયો : ગુજરાતના તમામ જીલ્લા પોલીસ વડાને એસીબી વડા દ્વારા અપીલ : અમરેલી એસ.પી. નિર્લિપ્તરાય દ્વારા મળેલી પ્રાથમિક માહિતી આધારે જુનાગઢ એસીબીના મદદનિશ નિયામક બી.એલ. દેસાઇ દ્વારા મિલ્કતના મૂળિયા શોધાયા : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો-ફાયનાન્સીયલ કન્સ્લ્ટન્ટોની મદદ લેવાયેલી : ગુજરાતમાં લાંચરૂશ્વત વિરોધી બ્યુરોના ચીફ 'અકિલા' સમક્ષ તપાસની રસપ્રદ અને કડીબદ્ધ કથા વર્ણવી

રાજકોટ, તા. ૧૦ : મૂળ રાજકોટના અને એક સમયે અમરેલીના લીલીયામાં મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવી ગયેલા સસ્પેન્ડ કલાર્ક અને હત્યા કેસના આરોપી રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ શેખવાની અપ્રમાણસરની બેનામી સંપત્તિ શોધવાના એસીબીના કાર્યમાં ગુજરાતમાં ઇતિહાસ રચાયો છે. આરોપી રાજુ શેખવા દ્વારા કરોડોની બેનામી સંપત્તિ હોવાનો રીપોર્ટ અમરેલી એસ.પી. નિર્લિપ્તરાય દ્વારા કેશવકુમારને કરાયા બાદ એસીબીની ટોચના ફાયનાન્સ એકસપોર્ટની ટીમો દ્વારા બેનામી સંપત્તિના સ્ત્રોનું શોધી કાઢવામાં આવ્યાનું એસીબી વડા કેશવકુમારે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

બેનામી સંપતિ શોધવામાં અમરેલી એસપી નિર્લિપ્ત રાય દ્વારા જે પ્રકારે આગળ આવી અને એસીબીને મદદરૂપ બન્યા તેનાથીપ્રભાવિત બનેલા તાજેતરમાં જ ડીપીસી કમિટીએ જેને ડીજી કક્ષામા બઢતી આપવા લીલીઝંડી આપી તેવા આ સિનિયર આઇપીએસ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવેલ છે કે જે રીતે એસીબી અને અમરેલી જીલ્લા પોલીસ વડા વચ્ચેની નવી અને ગુજરાતમાં પ્રથમ ધરી રચાઇ તેને કારણે જે સફળતા મળી તેનાથી તેમના મનમાં નવો વિચાર સ્ફૂર્યો  છે, તેઓ હવે ગુજરાતના તમામ એસપીઓને એસીબીના અપ્રમાણસરની મિલ્કત શોધવામાં અભિયાનમાં જોડાવવા અપીલ કરનાર છે. અત્રે યાદ રહે છે કે આરોપી રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ શેખવાદ્વારા કહેવાતી ગેરકાયદેસર રીત રસમોથી કરોડો રૂપિયાની જમીન મિલ્કતો વિ. ખરીદયાની માહિતી અમરેલી એસપી નિર્લિપ્ત રાય વારા એસીબી વડા કેશવકુમારને મળતા તેઓને જુનાગઢ એસીબીના મદદનીશ નિયામક બી.એલ.દેસાઇને અમરેલી એસ.પી. સાથે સંકલનમાં રહી પ્રાથમિક તપાસની કાર્યવાહી કરવા સુચવેલ.

પ્રાથમીક તપાસમાં આરોપી રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ શેખવા દ્વારા પરિવારના સભ્યોના નામે મિલ્કત ખરીદીના સબંધી દસ્તાવેજો મળી આવતા એસીબી વડા કેશવકુમાર દ્વારા તમામ મિલ્કતો સંપતિનો સર્વે કરવાની કામગીરી માટે ફાયનાન્સ તજજ્ઞોની મદદથી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન આવક કરતા એક કરોડ છવીસ લાખથી વધુ રકમ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાતા જુનાગઢ મદદનીશ નિયામક સરકાર તરફે ફરીયાદ નોંધાવી છે.

(12:53 pm IST)