Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

એક-બે મહિનામાં કોરોના જ બિમાર પડી જશે

હળવા ફુલ રહો, ચિંતામુકત રહો, તનાવ સહેજે ના કરશો.... : અમદાવાદમાં હર્ડ ઇમ્યુનીટી ડેવલપ થઇ છે, જેથી પોઝીટીવ કેસો અને મૃત્યુદરમાં ઘટાડો આવ્યોઃ હર્ડ ઇમ્યુનીટીના લીધે વાયરસની ઘાતક શકિત ઘટી જતી હોય છે, સરળ ભાષામાં કહીએ તો જેમની રોગ પ્રતિકારક શકિત વધારે હોય તેઓ કોરોના સામે જીતી જાયઃ આમ છતાં સાવધાની રાખવી જરૂરી

ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને વિશ્વવિખ્યાત તબીબ ડો. તેજસ પટેલ કહે છે કે અમદાવાદના કોટ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાં હર્ડ ઈમ્યુનિટી ડેપલપ થઈ છે એટલે શહેરમાં કોરોના પોઝિટિવ કેસો અને મૃત્યુદર ઘટી રહ્યાં છે. તેઓ કહે છે કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રોજેરોજ ઢગલો કેસ આવતા હતા ત્યાં અચાનક કેસો ઘટી જાય એ બાબત બતાવે છે કે ચોક્કસ હર્ડ ઈમ્યુનિટી ડેપલપ થઈ છે.

 તેમના મતે આખા અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી ડેવલપ ના થઈ હોય પણ વિસ્તારો પ્રમાણે થઈ હોય. હર્ડ ઈમ્યુનિટીનો અર્થ એ કે શહેરના હજારો લોકોને ખબર પણ ના પડી હોય તે રીતે કોરોના પોઝિટિવ થઈ ગયો હોય અને મટી પણ ગયો હોય. હર્ડ ઈમ્યુનિટીને કારણે વાયરસની ઘાતક શકિત ઘટી જતી હોય છે.

 સાદી ભાષામાં સમજાવીએ તો જેમની રોગ પ્રતિકાર શકિત વધારે હોય તેઓ કોરોના સામે જીતી જાય એટલે કોરોના વાયરસ ઢીલું પડે. હાર એટલે હાર, પછી ભલેને એ શકિતશાળી ગણાતું વાઇરસ હોય. એક સાથે અનેક લોકો વાઈરસને હરાવે એટલે વાઈરસની તીવ્રતા અને ઘાતકપણું ઘટે તેવું કહેવાય છે.  જાણીતા વૈદ્યરાજ ભવદીપ ગણાત્રા પણ સ્વીકારે છે કે અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી ઉત્પન્ન થઈ છે. તેઓ કહે છે બે પક્ષો લડે પછી પોલીસ ફરિયાદના થાય અને સમાધાન થઈ જાય તેવું બન્યું છે. કોરોના પોઝિટિવ કોઈના શરીરમાં દાખલ થાય અને લડે પણ પરાજય પામે એટલે હોસ્પિટલ જવાની કે સારવાર લેવાની જરૂર જ ના પડે.  અગાઉ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ટેન્ટ ડો. એમ.એમ. પ્રભાકર  પણ કહી ચૂકયા છે કે શહેરમાં હર્ડ ઈમ્યુનિટી ઉત્પન્ન થઈ છે.

અમને તો આશા છે કે જુલાઈ મહિનાના અંતમાં અમદાવાદમાં દરરોજ ઘણા ઓછા કેસ આવતા હશે અને ઓગસ્ટ મહિનામાં તેનું પ્રમાણ તેનાથી પણ નીચું જશે.. પણ તેનો અર્થ બિલકુલ એવો નથી કે લાપરવાહી રાખવી. આખા શહેરમાં હર્ડ ઈમ્યુનિટી ડેવલપ નથી થઈ તે યાદ રાખજો. સાવચેતી તો રાખવાની જ છે. કામ ના હોય તો બહાર નહીં જ નીકળવાનું, સોશિઅલ ડિસ્ટન્સ રાખવાનું જ, માસ્ક પહેરવાનું અને સેનેટાઈઝરનો મહત્ત્।મ ઉપયોગ કરવાનો..

 આગામી એક-બે મહિનામાં કોરોના વાયરસ પોતે જ બિમાર પડશે એમાં અમને કોઈ શંકા નથી અને એને ચીન સિવાય બીજા કોઈ દેશની હોસ્પિટલ દાખલ નહીં એ પણ નક્કી છે.

 હળવાફૂલ રહો, ચિંતામુકત રહો, તનાવ સહેજે ના કરશો... સૂર્યગ્રહણ પછી સ્થિતિ સુધરી જ રહી છે અને ક્રમશઃ ઝડપથી નોર્મલ થઈ જશે... (રમેશ તન્ના, અમદાવાદના પોઝીટીવ મીડીયા અહેવાલો સોશ્યલ મીડીયામાંથી સાભાર)

(11:34 am IST)