Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કોરોના ભગાડવાનો દાવો કરી લોકોને ઠગતા ભૂવાને પોલીસે મેથીપાક ચખાડ્યો

ડભોઇના નડા ગામે એક ઢોંગી માતાજી આવતા હોય તેવું કહી દર્દીઓ પાસેથી નાંણા ખંખેરતો

 

વડોદરા : ડભોઇના નડા ગામે એક ઢોંગી માતાજી આવતા હોય તેવું કહી દર્દીઓ પાસેથી નાંણા ખંખેરતો હતો. ભૂવો દર્દીઓને ભેગા કરી ઢોંગ કરતો હતો. દરમિયાન ડભોઈના નડા ગામલોકોએ ભૂવાને પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી લીધી છે.

રાજયમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. મહામારીને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોના ભગાવવાનો દાવો કરનાર અને લોકો પાસેથી પૈસા પડાવનાર બાવાને પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

માતાજીના નામ પર ધૂંણતા ભુવાને ગ્રામલોકો પોલીસને સોંપ્યો છે. કોરોનાની મહામારીમાં ભક્તોને ભેગા કરતા ભુવો પોલિસની પકડમાં આવી ગયો છે. જંબુસર, ભરૂચ, વડોદરાથી તમામ રોગના દર્દીઓને બોલાવી ભુવો તેમના રોગનું નિદાન કરવાનું કહેતો હતો જોકે ગ્રામલોકો દ્વારા તાલુકા સભ્યને અંગે જાણ કરતા પાંખડીની લીલા બહાર આવી ગઇ હતી. પોલીસે ભુવાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:20 am IST)
  • ખંભાળિયામાં કોરોનાનો વધુ એક કેસ પોઝીટીવ : ગુગલી ચોકમાં રહેતા આધેડને કોરોના વળગ્યો : કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી : દર્દીને જી એચ હોસ્પિટલમાં ખસેડાયા : ખંભાળિયામાં કુલ એક્ટીવ કેસ 6 થયા access_time 6:52 pm IST

  • બ્રિટનમાં નાણાં પ્રધાન રીશી સુનકે કોરોના સામેના જંગમાં બ્રિટિશ અર્થતંત્રને ફરી મજબૂત કરવા માટે 33 અબજ યૂરો (277 અબજ રૂપિયા)ના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. રેસ્ટોરન્ટ્સમાં ખાનારા તમામ નાગરિકોને 50% ડિસ્કાઉન્ટ મળશે access_time 10:29 pm IST

  • રાજકોટમાં આજે ૭ રિપોર્ટ પોઝિટિવઃ કુલ આંક ૩૨૭ : શહેરમાં ગઇકાલે એક જ દિવસમાં કોરોનાનાં અ..ધ..ધ..ધ ૨૬ કેસ નોંધાયા બાદ આજે સવારે વધુ ૭ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગનાં સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યુ છેઃ શહેરનો કુલ આંક ૩૨૭ પહોંચ્યો access_time 12:48 pm IST