Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ગાંધીનગરમાં કાર અડફેટે બાઇકસવાર સેક્શન અધિકારી ગોવિંદભાઇ ચૌધરીનું કરૂણમોત

નવા સચિવાલયના ગેટ નંબર 1 સામે અકસ્માત : પત્ની અને બે બાળકોમાં કરુણકલ્પાંત

ગાંધીનગર: શહેરના સેક્ટર 21માં રહેતા ગૃહ વિભાગના સેક્શન અધિકારી ગઈકાલે આફિસ પુરી કર્યા બાદ બાઈક લઈને ઘરે જવા માટે નિકળ્યા હતા. પરતું નવા સચિવાલય ગેટ નંબર 1 સામે આઈટેન કાર ચાલકે બાઈક સવાર સેક્શન અધિકારી ગોવિદભાઈ ચૌધરીને અડફેટે લીધા હતા. આ અક્સ્માતમાં સેક્શન અધિકારીનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

ગૃહ વિભાગના છ બ્રાંચના સેકશન અધિકારી ગોંવિદભાઈ ચૌધરીનું નાની વયે જ મૃત્યુ થયું છે. તેમના પરિવારમાં પત્નિ અને બે નાના બાળકો છે. સેકશન અધિકારી ગોંવિદ ચૌધરી ગાંધીનગર શહેરના સેક્ટર 21માં પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ ઓફિસ પુરી થયા બાદ બાઈક લઈને ઘરે નિકળ્યા હતા ત્યારે નવા સચિવાલય ગેટ નંબર 1ની સામે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે સામેથી આવતી આઈટેન કારના ચાલકે કાર પર કાબૂ ગુમાવી ગોંવિદભાઈને અડફેટે લીધા હતા. જેથી તે જમીન પર પટકાયા હતા. નવા સચિવાલય સામે જ આ અક્સમાત થતા સચિવાલયના સુરક્ષા કર્મીઓ દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત ગોવિદભાઈને ગાંધીનગર સિવિલમાં લઈ ગયા હતા. જયાં તેમની તબિયત નાજુક થતા તેમને તાત્કાલિક સારવાર માટે અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આજે સવારે તેમનું ઓપરેશન કરવાનું હતું પરતું ઓપરેશન કરવાના થોડિ મિનિટો પહેલા જ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ગૃહ વિભાગના સેકશન અધિકારી ગોંવિદભાઈ ચૌધરીના અકાળે અવસાનથી વિભાગે એક હોશિયાર અધિકારી ગુમાવ્યો છે

(11:10 pm IST)