Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અમદાવાદથી અબુધાબી જતી ફ્લાઇટ અચાનક કેન્સલ :150 મુસાફરો રઝળી પડ્યા

ઓપરેશન રિજનના કારણે આજથી કેટલાક દિવસ ફ્લાઇટ રદ :ઇમર્જન્સીવાળાને સવારે 5 વહ્યે બીજી ફ્લાઈટમાં મોકલવા નિર્ણય

 

અમદાવાદ ;અમદાવાદથી અબુધાબી જતી ફ્લાઇટ અચાનક કેન્સલ કરાઈ છે સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આજે એતિહાદની અમદાવાદથી અબુધાબી જતી ફલાઇટને કેન્સલ કરવામાં આવતા 150 મુસાફરો રઝળી પડ્યા હતા. એરલાઇન કંપનીએ જણાવ્યુ હતુ કે ઓપરેશન રિજનના કારણે ફલાઇટને આજથી કેટલાક દિવસ માટે રદ કરવામાં આવી છે.

  અંગે મળતી વિગત મુજબ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એતિહાદ એરવેઝની અબુધાબીની ફલાઇટ (ઇવાય-227) રાત્રે 9:30 વાગે રવાના થવાની હતી. ફલાઇટમાં સવાર તમામ મુસાફરો એરપોર્ટ પર આવી ગયા હતા. જ્યાં અચાનક એરલાઇન કંપનીએ જાહેરાત કરી કે ફલાઇટ ટેકઓફ થશે નહી. જેને લઇ મુસાફરો પણ થોડા રોષે ભરાયા હતા. દરમિયાન એરલાઇન કંપનીએ જે મુસાફરોને ઇમરજન્સી હતી તેમને સવારે 5 વાગે બીજી ફલાઇટમાં મોકલવાનો નિર્ણય લીધો હતો, પરંતુ દરમિયાન મુસાફરોને રાત્રે હોટલ સ્ટે આપવાની ફરજ પડી હતી.

(11:39 pm IST)