Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

એચકે સેન્ટરમાં GPSC પ્રિલિમનરી માટે વર્ગ હશે

મુંબઈ, તા. ૧૦: ગુજરાત યુનિવર્સિટી એચકે સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનિંગ ખાતે જીપીએસસી વર્ગ-૧ અને વર્ગ-૨ની આગામી દિવસોમાં આવનારી પરીક્ષાના પરીક્ષાઓને માટે માર્ગદર્શક વર્ગ પ્રારંભ કરવાનું આયોજન હાથ ધરાયું છે. જીપીએસસી વર્ગ-૧ અને વર્ગ-૨ની પ્રિલિમીનરી પરીક્ષાના અભ્યાસક્રમના વિષયોનું નિષ્ણાત અધ્યાપકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. એચકે સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનિક ખાતે સાંજે ૬થી ૮ આ વર્ગો ચલાવવામાં આવશે. માર્ગદર્શક વર્ગમાં વહેલા તે પહેલાના ધોરણે સ્નાતક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

(10:17 pm IST)