Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સુરતનો પરિવાર ફ્રાંસ ગયો હોવાની બાતમી મળતા તસ્કરોએ બંગ્લામાંથી 40.73 લાખની મતાની ઉઠાંતરી કરી

સુરત: જિંગાની કંપની દ્વારા ફ્રીમાં ફ્રાન્સમાં ફેમિલી સાથે ફરવાની ટિકિટ મળતાં રાંદેરનો વેપારી પરિવાર સાથે ફરવા ગયાને બંધ બંગલાના તાળાં તોડીને 40.73 લાખથી વધુની મતા ચોરી થઇ. જેમાં 50 તોલા સોનું સહિતની મતા ચોરાઇ છે. ક્રાઈમબ્રાંચની મદદથી રાંદેર પોલીસે 3 ચોરોને ઝડપી લીધા છે.

રાંદેર નવયુગ કોલેજ પાસે જીવન વિહાર સોસાયટીમાં રહેતા મનોજ શર્મા પરિવાર સાથે ફ્રાન્સથી 24મીએ સવારે પરત આવ્યા ત્યારે ઘરમાં સામાન વેરવિખેર હતો ને તિજોરીઓ ખુલ્લી હતી. તસ્કરોએ 50 તોલાના સોનાના ઘરેણાં, 7 લાખની રોકડ, 12 હજાર યુરો કરન્સી, લેપટોપ, મોબાઈલ મળીને 40.73 લાખની ચોરી કરી ફરાર થયા છે. તસ્કરોએ બંગલાની પાછળના ભાગે લોખંડની ગ્રીલનો નકુચો તોડી બંગલામાં પ્રવેશ્યા હતા. સીસીટીવીમાં 3 શખ્સો ચોરી કરવા આવ્યાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. ક્રાઈમબ્રાંચ-રાંદેર પોલીસ મળી ગુનો ઉકેલી નાખ્યો હોવાની વાત સામે આ‌વી રહી છે. તસ્કરો નજીકમાં રહેતા તેમજ તમામ ગતિવિધિથી વાકેફ હતા. હાલ રાંદેર પોલીસે કાંઈપણ કહેવાનું ટાળ્યું હતું.

(5:26 pm IST)