Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

વડોદરામાં એટીએમની બહાર વોચ ગોઠવી પોલીસે ગુનાઓ આચરતી ગેંગના સાગરીતને ઝડપ્યો

વડોદરા:એ.ટી.એમ.ની બહાર વોચ રાખીને રૃપિયા ઉપાડીને નીકળતા નાગરિકોને લૂંટી લેનાર આંતરરાજ્ય ટોળકીના એક સાગરિતને બાપોદ પોલીસે ઝડપી લીધો છે. એ.ટી.એમ. સેન્ટરની આજુબાજુ જ ગુનાઇત પ્રવૃતિઓ કરતી ટોળકીના સાગરિતે અલગ અલગ સ્થળોએ મળીને કુલ ૪૦ ગુનાઓ કર્યા હોવાનું પોલીસને જણાવ્યું છે.  બાપોદ  પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, ગઇકાલે બપોરે આજવારોડ કમલાનગર પાસે આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી રૃપિયા ઉપાડીને જતી મહિલાના હાથમાંથી રૃપિયા ૧૦ હજાર લૂંટીને ચાર લૂંટારાઓ કારમાં બેસીને ભાગ્યા હતા. મહિલાએ કારનો આગળનો નંબર જોયો હતો. જે નંબર તેમને પોલીસને જણાવતા પોલીસે તમામ  ચેકપોસ્ટ પર એલર્ટ કરી શહેરી વિસ્તારમાં પણ શોધખોળ હાથ ધરી હતી.

(5:26 pm IST)