Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

દહેગામમાં નજીબી બાબતે ટોળા શાહીના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો

દહેગામ:માં છેલ્લા કેટલાય સમયથી ટોળાસાહી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. ગામમાં નજીવી બાબતોમાં ટોળા રોડ પર ધસી આવે છે અને બબાલો થાય છે. છેલ્લા કેટલાય સમયથી આવા ટોળા દહેગામ ગામમાં જોવા મળી રહ્યા છે. પોલીસ આવી ઘટના બાદ બજારો બંધ કરાવી અને પેટ્રોલિંગ હાથ ધરે છે પણ કોઇ જાતની કાર્યવાહી ન થતાં આવા અસામાજિક તત્વોની દાદાગીરી વધતી જાય છે.
લોકો પાસેથી મળતી માહિતી અનુસાર ગત રાત્રે દહેગામ એસ.ટી. સ્ટેન્ડની બાજુમાં આવેલી એક ગલીમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનવા પામ્યો હતો. મામલો ઉગ્ર બનતા રોડ પર લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા અને પ્રાપ્ત માહિતી મુજબ મારામારી પણ થઇ હતી.

(5:26 pm IST)