Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

કડી નજીક મેરડાની સીમમાંથી પોલીસે 25.65 લાખ ભરેલ વિદેશી દારૂના જથ્થા વાળા ટ્રકની અટકાયત કરી

કડી: તાલુકાના મેરડા ગામની સીમમાંથી મધરાતે પસાર થતા એક ટ્રકમાંથી બાવલુ પોલીસે રૃ.રપ.૬પ લાખની કિમતનો જુદી જુદી બ્રાન્ડનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ટ્રક સહીત કુલ રૃ.૩૭.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. આ અંગે ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રવિવારના રોજ રાત્રે ૧-૩૦ વાગ્યાના સુમારે બાવલુ પોલીસ મથકના સબ ઈન્સ્પેકટર સી.બી. ચૌહાણ હેડ કોન્સ લાલભાઈ  સહીતનો પોલીસ સ્ટાફ મરેડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા શીલ્પ ગ્રામ સેવન નામની સ્કીમ આસપાસ વોચમાં ગોઠવાયા હતા તે વખતે આ રોડ ઉપર થઈને રાજસ્થાન પાર્સીગની એક ટ્રક પસાર થતા પોલીસે શંકાના આધારે તેને થોભાવ્યો હતો.
ત્યારબાદ ટ્રકના પાછળના ભાગે તપાસ કરતા તાડપત્રી નીચેથી   જેવી જુદી જુદી બ્રાન્ડની રૃ.રપ,૬પ,૬૦૦ ની કિમતની કુલ ૧૪૮૦૮ વિદેશી દારૃની બોટલો મળી આવી હતી.  પોલીસે મુખ્ય બિહારના અને હાલમાં પંજાબના અભોર ખાતે રહેતા મીથીલેશકુમાર પ્રમોદપ્રસાદ પાન્ડેની ધરપકડ કરી હતી. જયારે વિદેશી દારૃના જથ્થા અને ટ્રક સહિત કુલ ૩૭,૬૭,૦૧૦ ની મત્તા કબજે કરી હતી. આ અંગે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે ગુનો દાખલ કરીને સબ ઈન્સ્પેકટર સી.બી. ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.

(5:25 pm IST)