Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મહસાણા નજીક જૂની અદાવતની રીસ રાખી સરપંચના સસરા પર હુમલો કરતા હોબાળો

મહેસાણા: નજીક આવેલા તળેટી ગામમાં સોમવારે નજીવી બાબતે ગામના સરપંચના સસરા ઉપર હૂમલો કરવામાં આવતા હોબાળો મચી ગયો છે. પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા. નોંધપાત્ર છે કે તળેટી ગામમાં છેલ્લા કેટલાક સમયથી બે જૂથો વચ્ચે વિવાદ સર્જાયો છે.
ગત ૭ જુલાઈના રોજ તળેટી ગ્રામપંચાયતની બેઠક સરપંચ પીનલબેન પટેલના અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ મહિલા સરપંચને લેવા આવેલા તેમના પતિ હરેશભાઈ પટેલ ઉપર જુની અદાવતના મુદ્દે હર્ષ પટેલ નામના શખસે ધોકા વડે હૂમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે હરેશભાઈ પટેલે અગાઉ તા.૪-૬-૧૮ના રોજ કરેલી અરજી પાછી ખેંચી લેવાના મુદ્દે અદાવત રાખીને સોમવારે કેટલાક શખસોએ હરેશભાઈના પિતા પટેલ શંકરભાઈ કાશીરામભાઈ ઉપર હૂમલો કર્યો હતો. જેના કારણે ગામમાં હોબાળો મચી ગયો હતો.

(5:25 pm IST)