Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

વડોદરામાં પુરવઠા વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હોવા છતાં ગંદુ પાણી ક્યાંથી આવતું હોવાનું રહસ્ય અકબંધ રહ્યું

વડોદરા: શહેરના નવાપુરા વિસ્તારમાં રોગચાળાને કારણે મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર એકશનમાં આવી ગંદા પાણી ક્યાંથી આવે છે તેનો ફોલ્ટ પકડવા મથામણ કરે છે. બીજીબાજુ પાણી પુરવઠા વિભાગ દ્વારા ઘર ઘરના કનેકશનો અને ઇન્ટરનલ પાઇપો કાપીને સંતોષ માને છે છતાં ગંદુ પાણી સતત ચાલુ રહેતા પાણી પુરવઠા વિભાગ માટે પણ નવાપુરા વિસ્તાર માથાનો દુઃખાવો થઇ ગયો છે.

નવાપુરા વિસ્તારમાં ૧૫ દિવસ અગાઉ ગંદુ પાણી આવતુ હોવાની ફરિયાદો સ્થાનિક રહીશોએ કોર્પોરેશનમાં કરી હતી ત્યારબાદ કોંગ્રેસના કોર્પોરેટરની આગેવાનીમાં મહિલાઓએ મોરચો કાઢી પાણી પુરવઠા વિભાગમાં રજુઆત કરી હતી. તે સમયે કોર્પોરેશન દ્વારા સફાઇ કામગીરી અને પાણીની લાઇનોનું ચેકીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ કોઇ ફોલ્ટ પકડાયો ન હતો. દરમ્યાનમાં રોગચાળાને કારણે ફરી પાણી પુરવઠા વિભાગ, વોર્ડના ઇજનેરો એકશનમાં આવ્યા હતા.

(5:24 pm IST)