Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સુરતની નવી સિવિલમાં બાથરૂમમાં તાળા મારી દેવતા દર્દીની હાલત કફોડી

સુરત:માં વિવિધ બિમારીના કારણે સિવિલ હોસ્પિટલમાં એચ-૦ વોર્ડ ફુલ થઈ ગયો છે. ત્યારે અહીનાં બાથરૃમમાંથી પાણી બેક મારતા તેને તાળું મારી દેવું પડયું છે. જેથી દર્દીઓની હાલત ઓર કફોડી થઈ ગઈ છે.
નવી સિવિલ હોસ્પિટલમાં એચ-૦ વોર્ડમાં વિવિધ બિમારીના ૬૫ જેટલા દર્દી દાખલ છે. વોર્ડ ફુલ થઈ જતા દર્દીઓને નીચે પથારી કરીને સારવાર અપાઈ રહી છે.

જો કે હાઉસ ફુલ વોર્ડમાં દર્દીના બેડ પર પાણી ટપકે છે. છતના પોપડા પણ પડે તેમ છે. ત્યાંથી ઈલેક્ટ્રીક લાઈન પસાર થતી હોવાથી દર્દી અને સંબંધીઓ સતત ભયમાં રહે છે. બે-ચાર દિવસ અગાઉ બાથરૃમમાં સ્લેબના પોપડા પડયા હતા. ત્યાં મોટી મોટી તિરાડ પડી છે. આ અંગે  સિવિલના પી.આઈ.યુ. વિભાગને રજૂઆત થઈ ચૂકી છે.

આ ઉપરાંત આજે સવારે સિવિલ હોસ્પિટલના એચ-૦ વોર્ડના બંને બાથરૃમમાં પાણી બેક મારવા લાગ્યા હતા. તેથી વોર્ડના કર્મચારીએ ગંદકી નહીં થાય તે માટે બાથરૃમમાં તાળું મારી દીધું હતું. જેથી દર્દીઓએ બીજા વોર્ડના બાથરૃમમાં જવું પડે છે. જ્યાં કેટલાક દર્દીએ તો ચઢાવેલા બોટલ સાતે બીજા વોર્ડમાં બાથરૃમમાં જવું પડે છે. આ અંગે વોર્ડના કર્મચારીઓએ નવી સિવિલ તબીબી અધિક્ષકને પણ ફરીયાદ કરી છે. બાથરૃમમાં ગંદા પાણી બેક મારવાના મુદ્દે હજુ કોઈ મરામત થઈ નથી.

(5:23 pm IST)