Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સુરતના માન દરવાજા નજીક ચપ્પુથી હુમલો કરનારને ટકોર કરતા વળતો હુમલો કર્યો

સુરત:માન દરવાજા ખ્વાજા નગરમાં રહેતા યુવાને તેનો મહોલ્લામાં રહેતા યુવાનને ચપ્પુ મારનાર બે માથાભારે યુવાનો પૈકી એકને ટકોર કરતા માથાભારે યુવાનના ત્રણ મિત્રોએ ટકોર કરનાર યુવાનને ચપ્પુના આઠથી દશ ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ માન દરવાજા ખ્વાજાનગર હયાતુનલી મસ્જીદ પાસે ઘર નં. ૨૬૬ માં રહેતા સૈફુલ લુકમાન શેખ (ઉ.વ.૨૪) ના મહોલ્લામાં રહેતા અહમદ ખાન ઉર્ફે અજંટા ઉપર ગત બપોરે બડા મલ્લીક અને છોટા મલ્લીકે ચપ્પુ વડે હુમલો કરી ઘા ઝીંક્યા હતા.

આ અંગે સૈફુલે બડા મલ્લીને ટકોર કરી હતી. તેની જાણ થતાં બડા મલ્લીકના ત્રણ મિત્રો રૈયા, નબુ(નબા) અને બડા મૌલાના (ત્રણેય રહે, માન દરવાજા ટેનામેન્ટ, સુરત) ગત સાંજે છ વાગ્યે સૈફુલ માન દરવાજા લાલા ચાની હોટલથી થોડે આગળ ઉભો હતો ત્યાં આવ્યા હતા.

(5:23 pm IST)