Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સોજીત્રા તાલુકાના કાસોરની સીમમાં જુગાર રમતા બેની અટકાયત: અન્ય બે ફરાર

સોજીત્રા:તાલુકાના કાસોર ગામની સીમમાં ગઈકાલે આણંદ એલસીબીએ છાપો મારીને બે શખ્સોને પત્તા પાનાનો જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા જ્યારે બે ફરાર થઈ ગયા હતા. આ અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીને માહિતી મળી હતી કે, કાસોર-ચાંગા રોડ ઉપર આવેલા ધોળીકુવા વિસ્તારના ચીમનભાઈ ગોરધનભાઈ રાવળના ખુલ્લા કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે છાપો મારતાં મનુભાઈ ચતુરભાઈ પરમાર અને ભાવેશભાઈ પુંજાભાઈ મહિડા ઝડપાઈ જવા પામ્યા હતા જ્યારે અદેસિંગ વજેસિંગ મહિા અને ભરતભાઈ અદેસિંગ મહિડા ફરાર થઈ જવા પામ્યા હતા. પોલીસે દાવ પરથી ૬૭૦ તેમજ અંગજડતીમાંથી ૧૪૦૦ મળીને કુલ ૨૦૭૦ની રોકડ રકમ જપ્ત કરી હતી. 

(5:22 pm IST)