Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ખેડા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન 25600ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત કરી

ખેડા:પોલીસે ડાકોર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન વીસનગર ગામમાં દરોડો પાડી એક ઈસમને વિદેશી દારૂ રૂા. ૨૫,૬૦૦ના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે ઠાસરા પોલીસમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

એલસીબી ખેડા પોલીસ આજે બપોરે ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે ઠાસરા પોલીસની હદમાં આવેલ વીસનગર ગામે ભાથીજી ફળિયામાં રહેતો અરવિંદભાઈ ઉર્ફે ટીનો અંબાલાલ ચાવડા તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરે છે. જેથી પોલીસે આ સ્થળે દરોડો પાડતા ઘરમાં બે ઈસમો કોથળામાં દારૂ ભરતા હતા ત્યારે અરવિંદભાઈ ચાવડા પોલીસને જોઈ નાસી ગયો હતો. જ્યારે સ્થળ પરથી હિતેષકુમાર ભગવતભાઈ સોલંકી (રે. વીસનગર)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે અરવિંદભાઈ ચાવડાના મકાનમાંથી ત્રણ કંતાનના કોથળામાંથી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત રૂા. ૨૫,૬૦૦નો કબજે કર્યો હતો. જ્યારે ભાગી ગયેલ ઈસમોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. 

(5:22 pm IST)