Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો : સપાટી 109,44 મીટરે પહોંચી

મધ્ય પ્રદેશમાં વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દર કલાકે ડેમની સપાટીમાં એક સેન્ટિમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં ડેમમાં ઉપરવાસથી 10, 309 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે  હાલ ડેમની સપાટી 109.44 મીટર સુધી પહોંચી છે. ડેમમાં કુલ 3532 MCM પાણીને ડેડસ્ટોક પડ્યો છે. ડેમની સપાટી 110 મીટર સુધી પહોંચ્યા બાદ IBPT ટનલ દ્વારા છોડવામાં આવી રહેલું પાણી બંધ કરવામાં આવશે

 . હાલ પાણીની સપાટી 110 મીટરથી 56 સેન્ટિમીટર જ બાકી રહેતા વીજપાવર હાઉસનું સર્વિસિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અત્યારે મુખ્ય કેનાલમાં 994 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

 

(2:10 pm IST)