Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

તાપીના સોનગઢના કીકાકુઇ પાટિયા પાસે એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : 25 મુસાફરોને ઇજા

તાપી જિલ્લાના સોનગઢના કીકાકુઇ પાટિયા પાસે એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા 25 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે  ટક્કર એટલી જોરદાર હતી કે, સામાન ભરેલી આખી ટ્રક ઉંધી વળી હતી. ટ્રકમાંથી સામાન પણ રસ્તા પર વિખેરાઇ ગયો હતો

 જયારે લક્ઝરી બસના આગળના ભાગ ભુક્કા બોલાઇ ગયા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર 25 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે, ભયંકર ટક્કરના કારણે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

(2:04 pm IST)