Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

નવસારીમાં 2000 એકર જમીનમાં બનશે ઇન્ટરનેશનલ એરપોર્ટ: ત્રણ સાઈટ પસંદ

નવસારી જિલ્લામાં નવું એરપોર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (AAI)એ જમીનની શોધખોળ હાથ ધરી છે. RTI એક્ટ મંગાવવામાં આવેલી માહિતીમાં અંતર્ગત આ અંગે ખુલાસો થયો હતો. સુરત એરપોર્ટથી 40 કિમીના અંતરમાં 2000 એકરમાં નવું એરપોર્ટ બનાવવા માટે ત્રણ સાઈટ પસંદ કરવામાં આવશે. સાઇટ નક્કી થયા બાદ અંતિમ જગ્યાની પસંદગી એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા કરશે.

 

 

(1:45 pm IST)