Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદનું આગમન

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદનું આગમન થયું છે. અમદાવાદના બોપલ, એસ.જી.હાઈવે, વસ્ત્રાપુર, બોડકદેવ, સાબરમતી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં છે. ક્યાંક ઝરમર વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક વરસાદી ઝાપટાં પડ્યા છે. સવારે ઝરમર વરસાદને કારણે ઓફિસ માટે નીકળેલા લોકોના શેડ્યુલ ખોરવાયા હતા.

(1:17 pm IST)