Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રાજયના ૩૩ જિલ્લામાં સરકાર દ્વારા કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ '૧૯૬૨' શરૂ કરાશે

પ્રથમ તબકકે ૭ જિલ્લા આવરી લેવા : ટુંક સમયમાં બાકીનો વિસ્તાર પણ સેવા શરૂ

રાજકોટ તા. ૧૦ : રાજયના કોઇપણ સ્થળે ઘવાયેલા કે બીમાર પશુઓને તુરંત નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા હાલ પ્રથમ તબકકે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, પાલનપુર, મહેસાણામાં ટોલ ફ્રિ નં. ૧૯૬૨ ની વિનામુલ્યે એમ્બ્યુલન્સ સેવા પશુઓ માટેની શરૂ કરી દેવામાં આવી છે. રાજયના ૩૩ જિલ્લામાં અમલવારી કરાશે. તેમ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પ લાઇનના મિતલ ખેતાણીની યાદીમાં જણાવાયુ છે.

તેમણે જણાવ્યુ છે કે પશુઓ માટે વિનામુલ્યે એમ્બ્યુલન્સ શરૂ કરવા એનિમલ હેલ્પલાઇન દ્વારા છેલ્લા ઘણા સમયથી રજુઆતો થઇ રહી હતી. જેને રૂપાણી સરકારે સાકાર કરી બતાવી જીવદયાભાવ જીવંત કર્યો છે. પ્રથમ તબકકે સાત જીલ્લામાં આ સેવા શરૂ કરાઇ છે અને આગામી દિવસોમાં બાકીના ૨૬ જિલ્લાઓમાં પણ શરૂ કરાશે.

કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ (ટોલ ફ્રી નં.૧૯૬૨) અંગેની વિશેષ માહીતી માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩) નો સંપર્ક કરવા જણાવેલ છે.

(11:24 am IST)