Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

એરંડા વાયદો ૮ મહિને રૂ. ૪,૫૦૦ને પાર

ગુજરાતમાં વરસાદનો અભાવ હોવાથી એરંડા વાયદામાં ઝડપી તેજી જોવા મળી રહ્યો છે

અમદાવાદ તા. ૧૦ : મહારાષ્ટ્ર સહિતનાં રાજયોમાં ભારે વરસાદ છે, પરંતુ ગુજરાતમાં વરસાદનો અભાવ હોવાથી એરંડા વાયદામાં ઝડપી તેજી જોવા મળી રહ્યો છે. એરંડા વાયદામાં ચાર ટકાની ઉપલી સર્કિટ લાગી હતી અને વાયદો આઠ મહિનાનાં સમયગાળા બાદ પ્રથમવાર રૂ. ૪૫૦૦ની સપાટી પાર કરી હતી.

એરંડા જુલાઈ વાયદો સોમવારે રૂ.૧૫૪ વધીને રૂ. ૪૫૧૭ની સપાટી પર બંધ રહ્યો હતો, જે આ અગાઉ ૨૭મી ડિસેમ્બર ૨૦૧૭નાં રોજ આ સપાટી જોવા મળી હતી. એરંડા વાયદામાં એક મહિના પહેલા રૂ.૩૮૦૦ની નીચી સપાટી જોવા મળી હતી. આમ એક જ મહિનાના સમયગાળામાં વાયદામાં રૂ.૭૦૦નો ઉછાળો આવ્યો છે. .

એરંડા વાયદામાં તેજી અંગે એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતુ કે ગુજરાતમાં વરસાદ ખેંચાયો હોવાથી એરંડાનાં વાવેતરને મોટી અસર થાય તેવી સંભાવનાં રહેલી છે. એરંડાનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ મોટો ઘટાડો થયો છે. બીજી તરફ ડોલર મજબૂત હોવાથી દિવેલની નિકાસમાં પણ જંગી વધારો થઈ રહ્યો છે, જેને પગલે એરંડા વાયદો આઠ મહિના બાદ પ્રથમવાર રૂ.૪૫૦૦ની સપાટીને પાર થયો છે. આગળ ઉપર હજી એકાદ સપ્તાહમાં વરસાદ નહીં આવે તો વાયદો રૂ.૪૭૦૦થી સપાટી પાર કરે તેવી સંભાવનાં દેખાય રહી છે.(૨૧.૮)

(9:53 am IST)