Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અંકલેશ્વરમાં હજ યાત્રાના નામે 12,66 લાખની છેતરપિંડી :આરોપીને કોડિનારમાંથી દબોચી લેવાયો

આરોપી પ્યારે હુસેન ઇકબાલ હુસેન કાદરીએ ૨૯ હાજીઓ પાસે રૂપિયા ૪૫-૪૫ હજાર મળી કુલ ૧૨, 66 લાખ ઉઘરાવ્યા હતા

અંકલેશ્વરમાં હજ યાત્રાના નામે રૂપિયા 12.66 લાખની છેતરપીંડી થયાની પોલિસ ફરિયાદને પગલે શહેર પોલીસે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરમાં સીમના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની એજન્સી ધરાવતા અઝહરખાન પઠાણ દ્વારા ઉમરા ટુર્સનું આયોજન કરતા હોય છે. તેમણે વર્ષ ૨૦૧૭માં હજયાત્રા અંગેની જાહેરાત આપી હતી.

  જાહેરાતમાં આપેલ સરનામાના આધારે ગીર સોમનાથ જીલ્લાના કોડીનારના રહેવાસી પ્યારે હુસેન ઇકબાલ હુસેન કાદરીએ ફરિયાદી અઝહર પઠાણનો સંપર્ક કર્યો હતો. અને ૨૦ વ્યક્તિઓના પાસ પોર્ટની કોપી આપી વિશ્વાસમાં લઇ મક્કા જવા માટે ફ્લાઈટની ટીકીટ બુક કરાવવા જણાવ્યું હતું.

  આ બાદ આરોપી પ્યારે હુસેન ઇકબાલ હુસેન કાદરીએ ૨૯ હાજીઓ પાસે રૂપિયા ૪૫-૪૫ હજાર મળી કુલ રૂપિયા ૧૨.લાખ 66 હજાર ઉઘરાવ્યા હતા. જે નાણા તેણે પોતાના અંગત કામમાં વાપરી નાખી છેતરપીંડી કરી હતી. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

 દરમ્યાન આરોપી તેના વતન કોડીનારમાં હોવાની અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી. જેને ઝડપી પાડવા ટીમ રવાના કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અન્ય લોકો સાથે પણ છેતરપીંડી કરી છે કે કેમ એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરુ કરી છે.

(7:38 pm IST)