Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મહિલા DYSPના બંગલામાં તસ્કરો ત્રાટકતાં ભારે ચકચાર : મહીલા ડીવાયએસપીના બંધ મકાનમાં 15 લાખની ચોરી

૨૦ લાખની કિંમતના દાગીના લઇ રફુચક્કર: મહિલા ડીવાયએસપી ચેતનાબહેન ચૌધરી હાલ જૂનાગઢ પોલીસ ટ્રેનીંગમાં ફરજ બજાવી રહ્યા છે: ઉડી તપાસ શરૂ

અમદાવાદ,તા.૯: શહેરના પૂર્વ વિસ્તારમાં દિન-પ્રતિદિન ચોરીની ઘટના વધી રહી છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ શહેરમાં ના બને તે માટે મોડી રાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રખાયો છે તથા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે તેમ છતાંય તસ્કરો સોસાયટી, બંગલા, ફ્લેટ અને મંદિરમાં બિનધાસ્ત ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં નારોલ વિસ્તારમાં આવેલા ખુદ મહિલા ડીવાયએસપીના બંગલામાંથી ર૦ લાખ રૃપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો બિન્દાસ્ત રીતે રફુચક્કર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, સાથે સાથે આ બનાવની જાણ થતાં સમગ્ર  પોલીસબેડામાં પણ ભારે ચર્ચા ચાલી હતી. નારોલ વિસ્તારમાં આવેલ શ્રીજી બંગલોની ગલીમાં ભગીરથ હોમ્સ બંગલોઝમાં રહેતાં અને હાલ જૂનાગઢની પોલીસ ટ્રેનિંગ કોલેજમાં ફરજ બજાવતાં ડીવાયએસપી ચેતનાબહેન નવીનચંદ્ર ચૌધરીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ૬૭ તોલા સોનાના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે સઘન તપાસ આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મહિલા ડીવાયએસપી ચેતનાબહેન છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજમાં ફરજ બજાવતાં હોવાથી તે ત્યાં રહે છે. ગઇકાલે ચેતનાબહેનના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો અને તેમના બંગલાનું તાળું તૂટેલું છે તેવું જણાવ્યું હતું. બંગલાનું તાળું તૂૂટેલું હોવાના સમાચાર મળતાંની સાથે જ ચેતનાબહેન તાત્કાલિક જૂનાગઢથી અમદાવાદ આવવા માટે નીકળી ગયાં હતાં. રાતે ચેતનાબહેન તેમના બંગલે પહોંચ્યા ત્યારે બંગલાનું તાળું તૂટેલું હતું અને અંદર રહેલો સરસામાન વેરવિખેર હતો. બંગલાના પહેલા માળ પર જઇને ચેતનાબહેને તપાસ કરી તો રૃમમાં રહેલી લોખંડની તિજોરી તોડીને તસ્કરોએ તેમાં રહેલા ૬૭ તોલા સોનાના દાગીના અને ત્રણ હજાર રૃપિયા રોકડા લઇને ફરાર થઇ ગયા હોવાનું માલૂમ પડયુ હતું.  ચેતનાબહેને તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરીને ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપીના મકાનમાં ચોરી થઇ હોવાના સમાચાર મળતાંની સાથે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ મોડી રાતે દોડી ગયા હતા. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તસ્કરો તેમના બંગલાના મુખ્ય દરવાજાનું તાળું તોડીને ઘૂસ્યા હતા. તસ્કરોએ આખો બંગલો વેરવિખેર કર્યા બાદ પહેલા માળેથી ર૦ લાખ રૃપિયાના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે તસ્કરો વિરુદ્ધમાં ચોરીનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. ડીવાયએસપીના બંગલામાં થયેલી ચોરીમાં પોલીસે ડોગ સ્કવોડ, એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સ્પર્ટની પણ મદદ લીધી છે.

નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. જાદવે જણાવ્યું છે કે ચેતનાબહેન અપરિણીત છે. તેઓ તેમનાં માતા-પિતા સાથે રહે છે. હાલ તેમનાં માતા-પિતા સુરતમાં રહે છે અને ચેતનાબહેન જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજમાં ફરજ બજાવે છે અને ભગીરથ હોમ્સનું ઘર બંધ હોય છે. જેના કારણે તસ્કરોએ બંધ મકાનનો લાભ ઉઠાવી હાથ સાફ કર્યો હોવાનું લાગે છે. જો કે, પોલીસ સઘન તપાસ ચલાવી રહી છેરૃમમાં રહેલી લોખંડની તિજોરી તોડીને તસ્કરોએ તેમાં રહેલા ૬૭ તોલા સોનાના દાગીના અને ત્રણ હજાર રૃપિયા રોકડા લઇને ફરાર થઇ ગયા હોવાનું માલૂમ પડયુ હતું.  ચેતનાબહેને તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરીને ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપીના મકાનમાં ચોરી થઇ હોવાના સમાચાર મળતાંની સાથે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ મોડી રાતે દોડી ગયા હતા. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તસ્કરો તેમના બંગલાના મુખ્ય દરવાજાનું તાળું તોડીને ઘૂસ્યા હતા. તસ્કરોએ આખો બંગલો વેરવિખેર કર્યા બાદ પહેલા માળેથી ર૦ લાખ રૃપિયાના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે તસ્કરો વિરુદ્ધમાં ચોરીનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. ડીવાયએસપીના બંગલામાં થયેલી ચોરીમાં પોલીસે ડોગ સ્કવોડ, એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સ્પર્ટની પણ મદદ લીધી છે.

નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. જાદવે જણાવ્યું છે કે ચેતનાબહેન અપરિણીત છે. તેઓ તેમનાં માતા-પિતા સાથે રહે છે. હાલ તેમનાં માતા-પિતા સુરતમાં રહે છે અને ચેતનાબહેન જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજમાં ફરજ બજાવે છે અને ભગીરથ હોમ્સનું ઘર બંધ હોય છે. જેના કારણે તસ્કરોએ બંધ મકાનનો લાભ ઉઠાવી હાથ સાફ કર્યો હોવાનું લાગે છે. જો કે, પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે.

(9:21 pm IST)