Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અમદાવાદના બિલ્ડર નવાબ ખાનના બંગલામાં જુગારધામ ઝડપાયુઃ પુત્ર સલીમ ખાન સહિત ૬ શખ્સોની રૂપિયા ૭.૧પ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

અમદાવાદઃ દાણીલીમડાના બિલ્ડર નવાબ ખાનના બંગલામાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસની ટીમે રવિવારે મોડી રાત્રે દાણીલીમડા સ્થિત બિલ્ડર નવાબ ખાનના બંગલા પર દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસને નવાબ ખાનના પુત્ર સલિમ ખાન સહિત છ લોકો જુગાર રમતા રંગેહાથે ઝડપાયા હતા. પોલીસ બિલ્ડર પુત્ર સહિત છ લોકોની અટકાયત કરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસને સ્થળ ઉપર આશે 7.15 લાખ રૂપિયા રોકડા સહિતનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

(5:58 pm IST)