Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

પંચમહાલ જિલ્લાના હાલોલના જંગલમાં દારૂની મહેફીલ માણતા ૧૪ શખ્સોની ધરપકડઃ બે બોટલ પણ જપ્ત કરાઇ

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના હાલોલ પાસેના જંગલમાં આર.આર સેલે સપાટો બોલાવ્યો હતો. જેમાં શિવરાજપુરના ભાટ ગામ પાસેના જંગલમાં દારૂની મહેફીલ માણી રહેલા લગભગ 14 જેટલા નબીરાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસને નબીરાઓ પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી. ઝડપાયેલા તમામ નબીરાઓ સામે વડોદરા પોલીસે ગુનો નોંધીને નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે પાછળા અમુક દિવસોથી અમદાવાદની સોલા સિવિલમાં ઝેરી દારૂ પીધા બાદ 4 વ્યક્તિની તબિયત લથડ્યા બાદ સમગ્ર રાજ્યનું પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં રેઈડ પાડીને મોટા પ્રમાણમાં દારૂના જથ્થાનો નાશ કર્યો હતો અને બૂટલેગરોની પણ અટકાયત કરી હતી. ત્યારે હવે જંગલમાં દારૂની પાર્ટી માણતા નબીરાઓ પકડાયા છે.

(5:56 pm IST)