Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાત્રે સુરતમાં વરસાદ :રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી :સૌરાષ્ટ્ર-કચ્છમાં વવાઝૉડા અને ભારે વરસાદની આગાહી ;દરિયો નહીં ખેડવા સૂચના

અમદાવાદ :રાત્રે સુરતમાં વરસાદ પડવાની સાથે જ ગુજરાતમાં મેધરાજાની એન્ટ્રી થઇ ગઇ છે. એક બે દિવસમાં સુરત બાદ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અને ચોમાસાની શરૂઆત પણ થઇ શકે છે

   . બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન કરતા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવીને માછીમારોને દરિયા ખેડવા માટે મનાઇ ફરમાવામાં આવી છે. 

(11:52 pm IST)