Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અંકલેશ્વરના વાલિયા રોડ પર ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા ભગવાન પાટીલનું મોત

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ રાજદીપ એપાર્ટમેન્ટ નજીક ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ કુમકુમ બંગ્લોઝમાં રહેતા ભગવાન ભોજુભાઈ પાટીલ રવિવારના રોજ સાંજના સમયે પોતાની મોટર સાઈકલ નંબર-જી.જે.૧૬.એઈ.૯૧૫૫ લઈ જી.આઈ.ડી.સી.તરફ જઈ રહ્યા હતા. તે વેળા અંકલેશ્વર-વાલિયા રોડ સ્થિત રાજદીપ એપાર્ટમેન્ટ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર જી.જે.૦૬.વાય.૭૧૨૧ ના ચાલકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં ભગવાન પાટીલને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:44 pm IST)
  • પાકિસ્તાનના પૂર્વ પ્રેસિડન્ટ આસિફ અલી ઝરદારીની ધરપકડ : બનાવટી બેન્ક ખાતાઓ ખોલી નાણાં વિદેશોમાં મોકલવાનો આરોપ : આગોતરા જામીનની અરજી નામંજૂર થતા વોરંટ access_time 7:54 pm IST

  • મુલાયમસિંહ યાદવની તબિયત લથડી :હોસ્પિટલમાં દાખલ કરાયા :સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને હાઇ શુગરની સમસ્યા લખનઉના લોહિયા ઇંસ્ટિટ્યૂટમાં ચેકઅપ માટે દાખલ કરાયા :ડૉ. ભુવન ચંદ્ર તિવારીની દેખરેખમાં સારવાર : હાલ તેમની તબિયત સ્થિર છે access_time 1:50 am IST

  • પ.બંગાળમાં સ્થિતિ ન સુધરે તો રાષ્ટ્રપતિ શાસન ? કેન્દ્ર કલમ ૩૫૬નો ઉપયોગ કરશે? પ.બંગાળ ભાજપના પ્રભારી વિજય વર્ગીય એ આપ્યો સ્પષ્ટ સંકેત access_time 4:18 pm IST