Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વાઘોડિયાના માંડોધર ગોરજ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવાનનું મોત

માથાના ભાગે ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ મોત

વાઘોડિયાના માંદોઘર ગોરજ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું.

  આ અંગે મળતી વિગત મુજબ વાઘોડિયાના માંદોઘર ગોરજ રોડ પરથી બાઇક લઇને પસાર થઇ રહેલા શીવાભાઇ પરમારને કોઇ અજાણ્યા વાહને અડફેટે આવતા શીવાભાઇને માથાના ભાગે થયેલી ગંભીર ઇજાઓના પગલે તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઈક ચાલક શીવાભાઈ વાઘોડિયા તાલુકાના ઈંટોલીના રહેવસી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થરા ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ વાઘોડિયા પોલિસ ઘટના સ્થળે પહોંચી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે લોકટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા

(11:40 pm IST)
  • કઠુઆ સામુહિક દુષ્કર્મ કાંડ : 6 દોષિતો પૈકી 3 ને આજીવન કેદ : બાકીના 3 ને પાંચ પાંચ વર્ષની સજા : કઠુઆમાં 2018 ની સાલમાં સામુહિક દુષ્કર્મ ગુજારી 8 વર્ષીય બાળકીની હત્યા કરી નાખી હતી : 8 આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ કરાઈ હતી : મંદિરનો પૂજારી મુખ્ય આરોપી હતો access_time 6:11 pm IST

  • ઊંઝા APMC ચૂંટણીમાં 94.95 ટકા મતદાન : એશિયાની પ્રથમ શ્રેણીના ઊંઝા APMCમાં ડિરેક્ટરોની ચૂંટણી પ્રક્રીયા શાંતિમય માહોલમાં સંપન્ન :APMCની આ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાંથી 313 પૈકી 311 અને વેપારી વિભાગ માંથી 1631 પૈકી 1535 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો access_time 12:40 am IST

  • મોડીરાત્રે જામનગરમાં હિટ એન્ડ રન :લાખોટા તળાવની પાળ પર શ્રમિક પરિવારની બાળકીનું મોત :સેન્ટ્રો કાર ચાલકે ડિવાઈડર પાસે ફુગ્ગા વેચવા બેઠેલા શ્રમિક પરિવારની બે વર્ષની બાળકી સવિતા પર કાર ચડાવી દેતા બાળકીનું કરૂણમોત :લોકોના ટોળા ઉમટ્યા :કાર ચાલક સામે રોષ ફેલાયો : access_time 1:29 am IST