Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વલસાડના ગુંદલાવ જીઆઇડીસી નજીક ઘડોઈ ફાટક પાસે ભાંગરાના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ

ગેસ કટર થી કામ કરતી વેળા એ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી

વલસાડના ગુંદ્લાવ જી.આઈ.ડી.સી. નજીક ઘડોઈ ફાટક પાસે આવેલ એક ભંગારના ગોડાઉનમાં ગેસ કટર થી કામ કરતી વેળાએ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભુકતા દોડધામ મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાને લઇને ફાયર ફાયટર ને જાણ કરવામાં આવતા વલસાડ પાલિકાનું મીની ફાયર ફાઈટર ઘટના સ્થળે પોહ્ચ્યું હતું. પરંતુ ફાયરના વાહન નો પાણીનો મારો ચલાવનાર પાઇપ લીકેજ થતા ફાયરના કર્મચારીઓને આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જેહમત ઉઠાવવી પડી હતી.

જોકે બાદમાં અન્ય ફાયર ની ગાડી ઓ આવી જતા આગને કાબુમાં લેવામાં આવી હતી ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી ભંગારના ગોડાઉનમાં આગ ને પગલે અંદાજિત રૂપિયા 50000 નું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું હતું આગ એટલી વધી હતી કે ધુમાડાના ગોટે ગોટા છેક ઉંચે આકાશ માં દૂર દૂર સુધી દેખાતા હતા.

(8:36 pm IST)