Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ખેડા જિલ્લામાં મારામારીના ત્રણ બનાવમાં ત્રણને ઇજા પહોંચતા નવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખેડા:જિલ્લામાં ભદ્રાસા, રોહીસા તેમજ અલવા ગામમાં બનેલા મારામારીના જુદા-જુદા ત્રણ બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યાં હોવાની ફરિયાદ જે તે પોલીસ મથકોમાં નોંધાતા પોલીસે કુલ નવ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 


અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામમાં આવેલ રોહિતવાસ વિસ્તારમાં રહેતાં જયંતિભાઈ શનાભાઈ રોહિત અને તેમના પત્ની દિવાળીબેન જયંતિભાઈ રોહિત ગતરોજ સાંજના સમયે તેમના ઘર બાજુમાંનું બાવળનું ઝાડ કાપી રહ્યાં હતાં. ઝાડ તેમની પાડોશમાં રહેતાં અંબાલાલ પ્રેમાભાઈ રોહિતના ઘરથાળ બાજુમાં આવેલ હોઈ તેઓએ ઝાડ કાપી રહેલ જયંતિભાઈને અટકાવ્યાં હતાં.જેથી ઉશ્કેરાઈ ગયેલા જયંતિભાઈ શનાભાઈ રોહિતે તેમના પત્નિ દિવાળીબેન જયંતિભાઈ રોહિત, પુત્રી નયનાબેન જયંતિભાઈ રોહિત અને ભત્રીજા જયેશભાઈ રોહિતની મદદ લઈ અંબાલાલ પ્રેમાભાઈ રોહિત અને નરસિંહભાઈને મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

(5:42 pm IST)