Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ખંભોળજ પોલીસે સાંજના સુમારે ત્રણોલ ગામની કોયલા તલવાડીમાં છાપો મારી 9 શકુનિઓની ધરપકડ કરી

ખંભોળજ: પોલીસે દારૂ-જુગારની બદી વિરૂધ્ધ ચાલી રહેલી ડ્રાઈવ દરમ્યાન ગઈકાલે સાંજના સુમારે ત્રણોલ ગામની કોયલા તલાવડી પાસે છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહેલા હફીઝ સલીમભાઈ વ્હોરા, રાજેન્દ્ર ઉર્ફે પીન્ટુ અંબાલાલ ભોઈ, મનહરભાઈ ભીખાભાઈ પરમાર, દિલીપભાઈ રમણભાઈ સોઢા પરમાર અને ભગુભાઈ દેસાઈભાઈ ચૌહાણને ઝડપી પાડીને રોકડા ૧૯૭૦ જપ્ત કર્યા હતા. 

ત્યારબાદ આજે સવારના સુમારે ખંભોળજના ઢોલી હેરડો ખાતે છાપો મારીને ચકલી ફુદ્દીનો આંક ફરકનો જુગાર રમતાં નરેશભાઈ રમણભાઈ સોલંકી, જગદીશભાઈ મોહનભાઈ વસાવા, રમેશભાઈ ગોપાલભાઈ વસાવા અને નિલેષભાઈ મુકેશભાઈ વસાવાને ઝડપી પાડીને રોકડા ૫૭૦ જપ્ત કરીને તમામ વિરૂધ્ધ જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. 

 

(5:41 pm IST)