Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વડોદરા: મકરપુરા જીઆઈડીસીમાં વર્કશોપની બારીનો કાચ તોડી તસ્કરોએ 1.57 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા:મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ફેકટરીમાં ત્રાટકેલા તસ્કરો ફેકટરીના વર્કશોપની બારીનો કાચ તોડીને અંદર ઘુસી .૫૭ લાખ રૃપિયાની મત્તા ચોરી ગયા હતા. જે અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.

અંગેની વિગત એવી છે કે, વાસણા-ભાયલી રોડ નિલાંબર બેલીસીઓમાં રહેતા અભિજીત હેમંતભાઇ ખંબાલીકરની મકરપુરા જીઆઇડીસીમાં એચ.કે. ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરી છે અને જોબવર્કનું કામ કરે છે. ગત ૩૦ મેના રોજ તેઓ ફેકટરી બંધ કરીને ઘરે ગયા હતા. રાત્રે ત્રાટકેલા તસ્કરોએ ઓફિસના તેમજ ફેકટરીની બહાર ફીટ કરેલા સીસીટીવી કેમેરાઓ પૈકી કેટલાંક કેમેરાની દિશા બદલી નાખી હતી. વાયરો કાપી નાંખ્યા હતા તો કેટલાક કેમેરાઓ તોડી નાંખ્યા હતા.

(5:35 pm IST)