Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અમદાવાદના થલતેજમાં અજાણ્યા શખ્સોએ સગીરાના ચપ્પુના ઘા જીકી મોતનેઘાટ ઉતારી દેતા સીસીટીવીના આધારે તપાસ શરૂ

અમદાવાદ:એક તરફ પોલીસ સબ સલામતના દાવા કરી રહી છે, તો બીજીતરફ પોલીસની નિષ્ક્રયતાના કારણે લુખ્ખા તત્વો બેફામ બનીને ગુનાખોરી આચરી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં મહિલાઓની છેડતી, લૂંટ, હત્યા જેવા બનાવો વધી રહ્યા છે. થલતેજમાં શનિવારે મોડી રાતે ત્રણ મિત્રો મોબાઇલ માટે તકરાર કરી રહ્યા હતા સમયે ત્યાં હાજર દસ શખ્સોએ આવીને વ્યકિત પર લાકડીઓથી હુમલો કર્યા હતો. જ્યાં એક યુવકે ગાળ બોલતાં તેને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી આરોપીઓ નાસી છૂટયા હતા બનાવ અંગે સોલા પોલીસે ખૂન તથા રાયોટિંગનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કેસની વિગત એવી છે, કે મૂળ મોરબીના વતની અને હાલમાં સીટીએમ ચાર રસ્તા પાસે મનમંદિર સોસાયટી સામે દરબારનગરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મનુભા જાડેજાએ સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેઓ વીસ દિવસથી થલતેજ એસ.જી.મોલમાં આવેલી એક ઓફિસમાં નોકરી કરતા હતા. જ્યાં સીટીએમ શાક માર્કેટ પાસે ભરવાડવાસમાં રહેતો લલીત ઉર્ફે લકી નરેશભઆઇ યાદવ (..૧૭) તથા હેત ઝાલા અને દર્શન રાણા પણ નોકરી કરતા હતા.

(5:35 pm IST)