Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અમદાવાદ: જીમના માલિકની પુત્રીની છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ શોધખોળ શરૂ

અમદાવાદ: એસ.જી.હાઈવે પર વાયએમસીએ ક્લબ બહાર જાણીતા જીમના માલિકની પુત્રીની છેડતી અને અપહરણના પ્રયાસના કેસમાં પોલીસે આરોપીઓનાં સરખેજના ઘરે તપાસ કરી હતી પરંતુ તેમનો પતો લાગ્યો હતો. આરોપીઓ એમએલએ લખેલી કારમાં આવ્યા હોવાથી પોલીસ કેસમાં ભીનુ સંકેલવાનો પ્રયાસ કરી રહી છેપોલીસે તેમના મોબાઈલના સીડીઆરને આધારે લોકેશન મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. વાયએમસીએ ક્લબ બહાર એમએલએ લખેલી કાર સહિત ચારથી પાંચ કારમાં આવેલા શખ્સોએ જીમના માલિકની પુત્રીની છેડતી કરીને જબરજસ્તીથી કારમાં બેસાડી અપહરણનો પ્રયાસ કર્યો હતો. કેસમાં આનંદનગર પોલીસે પાર્શ્વ ત્રિવેદી ઉપરાંત તપન, રૃબીક અને સચીન નામના યુવકો સામે ગુનો નોંધ્યો છે. આનંદનગર પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપી સરખેજ વિસ્તારના રહેવાસીઓ છે. પોલીસે તમામના ઘરે તપાસ કરી હતી પરંતું તેમનો પતો લાગ્યો હતો. પોલીસનું કહેવું છે કે એમએલએ લખેલી કારનો નંબર અદુરો હોવાથી તે કોની માલિકીની છે તે જાણવા મળ્યું નથી. બીજીતરફ પોલીસે આરોપીઓનાં મોબાઈલના સીડીઆરને આધારે લોકેશન મેળવવાનો પ્રયાસ કર્યો છે.

(5:34 pm IST)