Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાજયપાલ ઓમપ્રકાશ કોહલીના કાર્યકાળનો ૧ મહિનો જ બાકી

અમદાવાદ, તા. ૧૦ : ગુજરાતના રાજયપાલ ઓમ પ્રકાશ કોહલીનો કાર્યકાળ આગામી જુલાઇ મહિનામાં પૂરો થવા જઇ રહ્યો છે ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતમાં નવા રાજયપાલની નિયુકિત તેજ કરી છે. જો કે અટકળો વહેતી થઇ છે કે કોહલીને કેન્દ્ર સરકાર ફરીથી ગુજરાતના રાજયપાલ બનાવી શકે છે. ગુજરાતના રાજયપાલ ઓપી કોહલી ૧૬મી જુલાઇએ નિવૃત્ત્। થઇ રહ્યાં છે. તેમણે તેમના કાર્યકાળમાં નિર્વિવાદ કામ કર્યું છે. તેઓ ગુજરાતના ૨૪જ્રાક્ન રાજયપાલ છે.

તેમનો કાર્યકાળ વિવાદોથી પર રહ્યો છે અને સામાજીક કામોમાં તેમનું યોગદાન મહત્વનું જોવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન બન્યા પછી ૧૬મી જુલાઇ ૨૦૧૪ના રોજ ઓમ પ્રકાશ કોહલીને ગુજરાતના રાજયપાલ પદે નિયુકત કર્યા હતા. કોહલી શિક્ષણવિદ્દ છે અને રાજયસભાના પૂર્વ સભ્ય છે. દિલ્હી ભાજપમાં તેઓ સક્રિય હતા. સરકાર ધારે તો તેમના બીજા પાંચ વર્ષ તક આપી શકે છે.

(4:19 pm IST)